બુધવાર, 26 નવેમ્બર, 2014

સ્પોર્ટ્સ બદલી શકે છે ભારત ની દિશા

ભારતને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા માટે નિસાસા કેમ નાખવા પડે છે એ જાણવું કઈ ખાસ અઘરું કામ નથી, ઓલમ્પિક ગેમ્સ ની શરુઆતથી વાત કરીએ તો ૧૮૯૬ થી લઈને ૨૦૧૨ સુધીમાં ભારતના ખાતામાં ફક્ત ૯ ગોલ્ડ મેડલ્સ જ આયા છે જેમાં ૮ હોકી માટે અને માત્ર એક જ મેડલ રાઈફલ શુટિંગ માટે મળ્યો છે અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનું ટોટલ કરીએ તો પણ માત્ર ૨૬ મેડલ્સ જ ભારતના ભાગે આયા છે જે ખુબજ શરમજનક વાત છે. ભારતમાં સ્પોર્ટ્સની સ્થિતિ ખુબજ દયનીય પરિસ્થિતિમાં છે પણ એનો મતલબ એ નથી કે ભારતના લોકોમાં એબીલીટી નથી બસ એમની પાસે એપોર્ચુનીટી નથી ભારતમાં ટેલેન્ટની જરાય અછત નથી ફક્ત એ ટેલેન્ટને યોગ્ય દિશા નથી મળતી. જયારે ઓલમ્પિકની વાત કરીએ તો ચીનના ખેલાડીઓ મેડલ્સની રેસમાં આગળ જ હોય છે પણ આપડે એ વિચાર્યું છે કે ચીન મેડલ્સની રેસ માં આટલું મોખરે કેમ છે? એની પાછળ ચીનની જાગૃત સ્પોર્ટ્સ ઓથોરીટી છે, ચીનની સરકારે તેના દેશભરમાં ૬ લાખ થી પણ વધુ સ્પોર્ટ્સ સ્ટેડીયમનું નિર્માણ કર્યું છે, જેમાં જુદી જુદી રમત-ગમત સાથે જોડાયેલ દરેક ખેલાડીને યોગ્ય ટ્રેનીંગ મળે છે અને ભારતની સરકાર તેની સામે ૬ હજાર સ્ટેડીયમનું નિર્માણ પણ નથી કરી શક્યું. સ્પોર્ટ્સ ક્લબ શું નાના મોટા મેદાન હતા ત્યાં પણ ઉંચી ઉંચી ઈમારતો બનાઈ દેવામાં આવી છે, તો આપણે કોઈ ખેલાડી પર સવાલ ના ઉઠાવી શકીએ કે તેનું પરફોર્મન્સ સારું ન હતું જ્યાં સુધી આપણે ખેલાડીઓને જરૂરી સગવડ પૂરી નહિ પાડીએ ત્યાં સુધી ભારત માટે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલની અછત વર્તાતી જ રહેશે.
ભારતમાં રમતોની સંખ્યા ગણીએ તો હોકી, રેસલિંગ, બોક્સિંગ, કરાટે, શુટિંગ, તીરંદાજી, કબડ્ડી રમતો ની ગણતરી કરીએ તો ખુબજ લાંબી લીસ્ટ બની શકે છે, પણ અહી તો માન્યતા એ છે કે સ્પોર્ટ્સ એટલે ફક્ત ક્રિકેટ મોટા ભાગના લોકો ભારતની રાષ્ટ્રીય રમત હોકી થી પણ અજાણ હોય છે અને અમુક તો ક્રિકેટને જ ભારતની રાષ્ટ્રીય રમત સમજી બેઠા છે પણ અમાં એમનો વાંક નથી ભારતમાં જયારે રમત ની વાત આવે છે ત્યારે ક્રિકેટને જ પ્રાધાન્યતા આપવામાં આવે છે, મોટા ભાગ ના લોકો સચિનને ઓળખે છે પણ જેમની વર્ષગાંઠના(૨૯ ઓગસ્ટ ૧૯૦૫) દિવસે જ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે તેવા હોકીના સ્ટાર ખેલાડી ધ્યાન ચંદને ઓળખનારા ખુબજ ઓછા લોકો જોવા મળે છે,  કેમકે ભારતમાં ક્રિકેટની રમતને જેટલું મોટીવેશન મળે છે તેટલું બીજી કોઈ રમતને મળતું નથી માટેજ બીજી રમતોમાં ભારતનું પ્રદર્શન ક્રિકેટની ટીમ ઝીમ્બાબ્વે જેવું રહે છે. ભારતમાં યુવાનોની કોઈ કમી નથી અને તેમનામાં કાબેલિયત પણ કુટી-કુટીને ભરી છે પણ તેમને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડવામાં નથી આવતું. અહી ગોલ્ફ જેવી મોંઘીદાટ રમત માટે ફક્ત ક્લબો છે પણ એની ટ્રેનીંગ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં નથી આવતી, તેમ છતા હરિયાણાના ખુબજ નાના ગામનો ફક્ત નવ વર્ષનો છોકરો શુભમ ગોલ્ફની રમતમાં તેની વય કક્ષામાં વર્લ્ડચેમ્પિયન છે તેણે આ નવ વર્ષમાં ગોલ્ફની એક્સો ને દસ કોમ્પીટીશન જીતી છે તેણે ખેતરોમાં ગોલ્ફની પ્રેક્ટીસ કરી અને તેણે ગોલ્ફની ૬૦ ટકા રમત ઈન્ટરનેટ દ્વારા શીખી છે, આ જોઈને આપણે એતો કહીજ શકીએ કે ભારતીઓમાં કઈક કરવા માટેના જુસ્સા ની કમી નથી બસ વાત ત્યાજ આવીને  અટકે છે કે આવા લોકોને આગળ આવવાની તક નથી મળતી અહી સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સની અછત છે, ગ્રાઉન્ડસ ની અછત છે લોકો માં રમત-ગમત માટેની અવેર્નેસ નથી, રમતો ની યોગ્ય માહિતી નથી. હાલ તો સેલીબ્રીટીઓ પણ સ્પોર્ટ્સને સપોર્ટ કરવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે પછી એ કબડ્ડીની ટીમ હોય, ફૂટબોલ હોય, ગલી ક્રિકેટ હોય, કે આઈ.પી.એલ.ની ટીમ હોય પણ આ ટીમો ખરીદવા પાછળનું મૂળ કારણ તો કમાણી જ હોય છે એ બધા જાણે છે. આ સેલીબ્રીટીને જો કોઈ ખેલાડી અઢળક કમાણી કરી અપતો હોય તો એને થોડો સપોર્ટ કરવામાં શું વાંધો હોય અને આપણે બધું જાણતા હોવા છતાય આંખો બંધ કરીને બેઠા છીએ.

શાળાઓ-કોલેજોમાં પણ રમત-ગમતને જોઈએ એ પ્રમાણમાં મોટીવેશન નથી મળતું, કોલેજોમાં રોજ કઈક ને કઇક ડેઈઝ ઉજવાતા હોય છે પણ ૨૯ ઓગસ્ટ ક્યારે આવે ને ક્યારે જતી રહે છે એની જાણ ભાગ્યેજ કોઈક ને હોય છે. એ દિવસની ઉજવણીના ભાગ રૂપે કોઈ એવા મેહમાનને બોલવવામાં આવે છે જે એવી મોટીવેશન સ્પીચ આપતા હોય છે જે સાંભળીને ગલીના કુતરા પણ મોટીવેટ ન થાય. આવું જ કઈક આપડી સ્પોર્ટ્સ ઓથોરીટી ની રચનામાં જોવા મળે છે જેને રમત-ગમત સાથે દુર-દુર સુધી કોઈ સંબંધ ના હોય તેવા માણસોને સ્પોર્ટ્સ ની ઓથોરીટી સોપી દેવામાં આવે છે, અને સિલેકશન કમિટીમાં પણ સગાવ્હાલાઓને અને લાંચ આપવા વાળાઓને પ્રથમ તક આપવા વાળા બેઠા હોય છે આવામાં યોગ્યતા ધરાવતા ખેલાડીઓ હતાશ થઇ જાય છે. જ્યાં સુધી સિસ્ટમમાં કોઈ સુધારો નહિ આવે ત્યાં સુધી ખેલાડીઓના પ્રદર્શનમાં પણ સુધારો નહિ આવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો